રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને રમત મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની તાપી જિલ્લાની મુલાકાતે

0
રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને રમત મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની તાપી જિલ્લાની મુલાકાત
Contact News Publisher

​સોનગઢના કસ્તુરબા આશ્રમશાળા, ટોકરવાની ખાસ મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી સાથે ભોજન ગ્રહણ કર્યું

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોમવારના રોજ સોનગઢ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત કસ્તુરબા આશ્રમશાળા, ટોકરવાની ખાસ મુલાકાત લીધી હતી.

 

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીઓએ શાળા પરિસરનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. આ વેળાએ મંત્રીશ્રીઓએ શાળાના સંચાલકો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને શાળામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની ઉપસ્થિતિ તેમજ શાળાના સુચારુ સંચાલનમાં ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો અંગે ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

વિશેષરૂપે, વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, પૌષ્ટિકતા અને રસોડાની સ્વચ્છતા સંબંધિત બાબતો પર ઊંડાણપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીઓએ વિદ્યાર્થીઓ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું અને ભોજનની સ્વાદિષ્ટતા તથા ગુણવત્તાની પ્રત્યક્ષ અનુભૂતિ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

આ પ્રસંગે જિલ્લાના અગ્રણી ડૉ. જગદીશભાઈ પટેલ, શ્રી સુરજભાઈ વસાવા સહિતના હોદ્દેદારો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *