સોનગઢના ખરસી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘મહા સ્વાસ્થ્ય યજ્ઞ’ યોજાયો

0
સોનગઢના ખરસી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'મહા સ્વાસ્થ્ય યજ્ઞ' યોજાયો
Contact News Publisher

રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું નિરીક્ષણ કરી લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૧. :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ખરસી પ્રાથમિક અને ઉચ્ચ. પ્રાથમિક શાળા (પીએમ શ્રી) ખાતે રાજ્યકક્ષાના રમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘મહા સ્વાસ્થ્ય યજ્ઞ’ યોજાયો હતો.

 

આ પ્રસંગે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા ૨૫ વર્ષથી નિરંતર લોકસેવા માટે તત્પર રહ્યા છે. આજે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને જ્યારે આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ વિકાસયાત્રામાં આપણા સૌની સહભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે.

 

ખરસી સેવા સમિતિ યુવક મંડળ દ્વારા આયોજિત આ કેમ્પ દરમિયાન મંત્રીશ્રીએ વિવિધ સ્વાસ્થ્ય સેવાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ શિબિરમાં જરૂરિયાતમંદ નાગરિકોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

 

આ કાર્યક્રમમાં ગ્રામજનો માટે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ, આરોગ્ય તપાસણી કેમ્પ અને સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાયો હતો. વધુમાં મંત્રીશ્રીએ રક્તદાનનું મહત્વ સમજાવીને રક્તદાન કરનાર યુવાનોની પ્રશંસા કરીને પ્રશસ્તીપત્ર એનાયત કર્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના પ્રારંભ પૂર્વે, મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ખરસી સ્થિત શ્રી સંકટ મોચન હનુમાનજી દાદાના મંદિરે શીશ નમાવીને દર્શન-પૂજન કર્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other