કાકરાપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થનારને શોધી કાઢી સારવાર તેમજ કાઉન્સલીંગ કરાવી તેના પરીવારને સહીસલામત સોંપતી કાકરાપાર પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧. પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. પટેલ, કાકરાપાર પોલીસ સ્ટેશનએ કાકરાપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમથનાર વ્યક્તિ/મહિલાઓને શોધી કાઢવા માટે પોલીસ કર્મચારીઓને સુચના આપેલ હતી જેથી પોલીસ ઇન્સપેક્ટરની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ કાકરાપાર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નંબર-૦૮/૨૦૨૬ તારીખ-૦૯/૧૦/૨૦૨૬ ના મુજબ ગુમ થનાર અમિતાબેન ભુપેન્દ્રભાઈ ચૌધરી ઉ.વ.૩૬ રહેવાસી-બેડકુવાદુર ગામ અમરાઈ ફળીયું તા-વ્યારા, જિ-તાપી. તારીખ-૦૯/૧૦/૨૦૨૬ ના કલાક-૦૦/૩૦ થી ક.૦૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરેથી કોઇ અગમ્ય કારણસર કોઇને કંઈ પણ કહ્યા વગર ઘરેથી ચાલી જઈ ગુમ થયેલ અને તપાસ કરતાં આ ગુમ થનાર સાપુતારા ખાતેથી મળી આવતાં તેને કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતાં ગુમથનારને માનસિક બિમારી તેમજ શારીરીક બિમારી હોય જેના લીધે ગભરામણ થતી હોય તેમજ કશેક દુર જઈ સ્યુસાઇડ કરી લેવાના વિચાર આવતા હોય જેથી પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર સાપુતારા ખાતે જતી રહેલ હોવાનું જણાવેલ. જેથી આ ગુમથનારની માનસિક રોગ ચિકીત્સક, જનરલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી તેમજ સખી વનસ્ટોપ ખાતે કાઉન્સલીંગ કરાવી તેના પરીવારને સહીસલામત સોંપેલ છે. આ કામે ગુમથનારને એ.એસ.આઈ. ધર્મેશભાઈ રમેશચંદ્ર, તથા આ.પો.કો. વિવેકભાઈ ખંડુભાઈએ શોધી કાઢી સારવાર તેમજ કાઉન્સલીંગ કરાવી તેના પરીવારને સહીસલામત સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ:-
શ્રી વી.કે.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર પોલીસ સ્ટેશન જિ-તાપી તથા એ.એસ.આઈ. ધર્મેશભાઈ રમેશચંદ્ર બ.ન.૩૫૮, તથા આ.પો.કો. વિવેકભાઈ ખંડુભાઈ બ.ન.૬૪૩નાઓએ કામગીરી કરેલ છે
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
