રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદ પ્રોજેક્ટ 2026 વિધાકુંજ વિધાલય.વિરપુર ખાતે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૧. બાળકોમા વિજ્ઞાન વિચાર સાથે વૈજ્ઞાનિક અભિગમ પ્રસ્થાપિત માટેનુ ગૌરવ પૂર્ણ મંચ એટલે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદ પ્રોજેક્ટ 2026 વિધાકુંજ વિધાલય.વિરપુર ખાતે યોજાયો.
Gujcost ગાંધીનગર પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વિરપુર ખાતે તાપી જિલ્લા નો ૩૨ મો રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૬ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ના ડાયરેક્ટર કેતન શાહ ના અધ્યક્ષ સ્થાને ઊજવાયો જેમા કુલ 110 રજીસ્ટ્રેશન થયેલ પ્રોજેક્ટ પૈકી 38 કૃતિઓ રજુ થયેલ હતી.જેમાંથી 10 શ્રેષ્ઠ કૃતિઓ ને રાજ્ય કક્ષાએ જશે.જેમા 5 પ્રોજેક્ટ કે.બી.પટેલ. શાળા, 3 પી.પી. સવાણી કાટગઢ, 2 નૂતન વિધા મંદીર સોનગઢ ના બાળ વૈજ્ઞાનિકો અને ગાઈડ ટીચરોને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રાયોજિત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોગ્રેસ 2026 જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ના માધ્યમ થી આવવા જવાનુ ભાડુ, અલ્પાહાર સહીત ટ્રોફી,પ્રમાણપત્ર એનાયત કરી સો ને ખૂબ અભિનંદન પાઠવવામા આવ્યા અને તમામ ભાગ લેનાર ને પ્રમાણપત્ર આપ્યા.આવનાર દિવસોમા 10 શાળાના બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટ કૃતિઓ રાજય કક્ષાએ ગુજકોસ્ટ-ગાંધીનગર સાયન્સ સીટી ખાતે પોતાનુ કૌતક બતાવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
