ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યુ

ભાવિકા પટેલે શૈક્ષણિક સખાવત દ્વારા પોતાનો જન્મદિવસ યાદગાર બનાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૮. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં દાતા સચીનભાઈ રતિલાલભાઈ પટેલે તેમનાં ધર્મપત્ની ભાવિકાબેનનાં જન્મદિન પ્રસંગે શાળાનાં તમામ વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે દફતર વિતરણ કર્યા હતાં. અત્રે યોજાયેલ કાર્યક્રમમાં દાતાનાં પરિવારજનો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ તબક્કે બાળકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. આરંભે શાળાનાં આચાર્ય શ્રીમતી હીનાબેન પટેલે શબ્દગુચ્છથી મહેમાનોને આવકાર્યા હતાં. આ તકે દાતા ભાવિકાબેન સચીનભાઈ પટેલે પણ પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યા હતાં. અંતમાં શાળાનાં ઉપશિક્ષક અજયભાઈ પટેલ દ્વારા શાળા વતી દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
