ચાયનીઝ તુક્કલ-માંઝાના ઉત્પાદન, વેચાણ અને ઉપોયગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 08 :- તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચાયનીઝ તુક્કલ, લેન્ટર્ન તથા ચાયનીઝ માંઝા સહિતનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર અધિક નિવાસી મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ/સંસ્થા કે કંપની ચાયનીઝ તુક્કલ/ચાયનીઝ લેન્ટર્ન તથા ચાયનીઝ માંઝા/નાઈલોન (પ્લાસ્ટિક)ની દોરી, કાચ પાયેલી તથા સિન્થેટીક કે અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહી, કોઈ પણ પ્રસંગે ઉડાડી શકાશે નહી કે અન્ય કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાશે નહી. તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ મારફત પણ ઉપરોક્ત પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ-ખરીદી કરી શકાશે નહી.
આ જાહેરનામાની અમલવારી તા.03.12.2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
