તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર નાં કર્મચારીઓ હડતાળ ઉપર જતા કામગીરી થપ્પ

Contact News Publisher

  (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી કાર્યરત છે, આ કચેરી ખાતે પ્રજાજનોની વિવિધ કામગીરીઓ માટે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે, જનસેવા કેન્દ્ર ખાતે આવક,  જાતિ, સિનિયર સીટીઝન, રેશનકાર્ડ સહિતની કામગીરી કરવામાં આવે છે, માંગરોળ તાલુકાનાં અંદાજે ૯૨ જેટલાં ગામોની પ્રજા એ ઉપરોક્ત કામગીરી માટે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવવું પડે છે, જનસેવાની કામગીરી કરવા માટે જે કર્મચારીઓ મુકવાના હોય છે, એ માટે ગાંધીનગર ખાતેથી એજન્સીઓની નિમણુક કરવામા આવે છે, નિમણુક થયેલી એજન્સીઓ જે તે તાલુકાઓ ખાતે કર્મચારીઓને મોકલે છે, પરંતુ માંગરોળ તાલુકા ખાતે ફરજ બજાવતાં કર્મચારીઓ ને છેલ્લા આંઠ થી અગિયાર માસ સુધીનો પગાર ચુકવવામાં આવ્યો નથી, આ કર્મચારીઓએ કોરોનાં જેવી મહામારી ની પરિસ્થિતિમાં પણ ફરજ બજાવી છે, કર્મચારીઓ હડતાળ ઉપર જતાં પ્રજાજનોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે, જો કે સુરત જિલ્લાના નવે નવ તાલુકાઓમાં આ પરિસ્થિતિ ઉભી થવા પામી છે,  સરકાર આ પ્રશ્ને મધ્યસ્થી કરે એ પ્રજાજનોનાં હીતમાં છે

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *