સેન્ટર ઓફ એક્સેલન્સ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા સિંગપુર પ્રાથમિક શાળામાં વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી

0
સેન્ટર ઓફ એક્સેલન્સ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા સિંગપુર પ્રાથમિક શાળામાં વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭.  દર વર્ષે ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ઉજવાતા “વન્યજીવ સંરક્ષણ સપ્તાહ” નિમિત્તે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા સિંગપુર પ્રાથમિક શાળામાં વન્યજીવ સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના અંદાજે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સેન્ટરના ડૉ. ક્રિના પટેલ અને ડૉ. ફોરમ વાળા દ્વારા વિદ્યાર્થીઓને વન્યજીવ સંરક્ષણ, જૈવવિવિધતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વન્યજીવોનું કુદરતી પર્યાવરણમાં મહત્વ, તેમના કુદરતી આવાસના સંરક્ષણની જરૂરિયાત તથા પર્યાવરણીય સંતુલન જાળવવામાં પ્રાણી-પક્ષીઓની ભૂમિકા અંગે સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વન્યજીવોને નુકસાન ન પહોંચાડવા, જંગલો અને જળસ્રોતોનું સંરક્ષણ કરવા તથા પ્રકૃતિ પ્રત્યે જવાબદારીપૂર્ણ વલણ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વન્યજીવ અને પર્યાવરણનું સંરક્ષણ સમાજના દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણ સંબંધિત વિષયો અંગે રસ દાખવ્યો. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં નાની વયથી જ પ્રકૃતિપ્રેમ, પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને વન્યજીવ સંરક્ષણની ભાવના વિકસાવવામાં મદદ મળે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *