ટ્રેનમાં માતાથી અલગ થયેલી બાળકી અંગે RPF અને ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની તાત્કાલિક કામગીરી

બાળકી સતત રડતી હોવાનું ધ્યાનમાં આવતા TTEને મુસાફર દ્વારા જાણ કરવામાં આવી
બાળકીની પરિસ્થિતિ અંગે શંકા જણાતા TTE દ્વારા RPFને તાત્કાલિક જાણ કરવામાં આવી
ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ દ્વારા બાળકીનું કાઉન્સેલિંગ, પરિવારજનો સાથે સંપર્ક તથા જરૂરી ચકાસણી કરવામાં આવી
RPF અને ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની સંકલિત કામગીરીથી બાળકીનું તેની માતા સાથે સુરક્ષિત પુનઃમિલન કરાવવામાં આવ્યું
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૫. તા. 04/10/2026ના રોજ એક ટ્રેનમાં એક બાળકી સતત રડતી હોવાનું TTEના ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે પણ બાળકી સતત રડતી હોવાનું ધ્યાનમાં લઈ TTEને જાણ કરી હતી અને બાળકીની સુરક્ષા અંગે આશંકા વ્યક્ત કરી હતી.
મુસાફર દ્વારા કરવામાં આવેલી જાણ અને બાળકીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ TTE દ્વારા તાત્કાલિક RPF ટીમને જાણ કરવામાં આવી હતી. RPF ટીમ દ્વારા સમયસર કાર્યવાહી કરી બાળકીને સુરક્ષિત રીતે RPF કચેરી ખાતે લાવવામાં આવી હતી.
આ અંગે ચાઇલ્ડ હેલ્પલાઇન-1098, સુરતની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક RPF કચેરી ખાતે પહોંચી હતી. CHL ટીમ દ્વારા બાળકીની સુરક્ષા અને સુખાકારીને પ્રાથમિકતા આપી તેની સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરવામાં આવી હતી. બાળકી નાની હોવાથી તેને અનુકૂળ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરી તેની ઓળખ, પરિવારજનો તથા મુસાફરી અંગેની જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.
ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ દ્વારા બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન બાળકી પાસેથી મળેલી માહિતી તથા પરિવારજનો સાથે કરવામાં આવેલા સંપર્કના આધારે સમગ્ર ઘટનાની જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.
મળેલી માહિતી મુજબ, બાળકી પોતાના પરિવારજનો સાથે મુસાફરી કરી રહી હતી. વડોદરા સ્ટેશન ખાતે પરિવારજનો અન્ય ટ્રેનમાં સવાર થઈ ગયા હતા, જ્યારે બાળકી તેના કાકા-કાકી સાથે રહી જતાં તે ટ્રેનમાં સવાર થઈ શકી ન હતી. ત્યારબાદ બાળકી તેના કાકા-કાકી સાથે બીજી ટ્રેન મારફતે સુરત આવી હતી. આ દરમિયાન બાળકી પોતાની માતાથી અલગ હોવાથી સતત રડી રહી હતી. બાળકીની આ પરિસ્થિતિને કારણે મુસાફરને ચિંતા થઈ હતી અને તેમણે TTEને જાણ કરી હતી.
ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ દ્વારા બાળકીના પરિવારજનો સાથે સંપર્ક કરી ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ બાળકીની માતાને RPF કચેરી ખાતે બોલાવવામાં આવી હતી. જરૂરી માહિતી તથા ઉપલબ્ધ વિગતોની ચકાસણી કરી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
જરૂરી ચકાસણી અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ RPF તથા ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની સંકલિત કામગીરીથી બાળકીને તેની માતાની સંભાળમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી.
બાળકીની માતાને ટ્રેનમાં મુસાફરી દરમિયાન બાળકને પોતાની સાથે રાખવા, બાળકથી અલગ ન પડે તે માટે સતત દેખરેખ રાખવા તથા બાળકની સુરક્ષા અંગે જરૂરી સાવચેતી રાખવા ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરી દરમિયાન RPFની સતર્કતા તથા ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની તાત્કાલિક પ્રતિસાદ કામગીરી, કાઉન્સેલિંગ અને પરિવાર સાથેના સંકલન દ્વારા બાળકીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને તેને તેની માતા સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
