વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલય ખાતે ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ હેઠળ કલા મહોત્સવ યોજાયો

વિદ્યાર્થીઓએ રંગોળી, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩ :- કલા મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ હેઠળ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને વ્યક્તિગત રંગોળી સ્પર્ધા, ગ્રૂપ રંગોળી સ્પર્ધા, કોલાજ વર્ક, ચિત્ર પ્રદર્શની અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીએ જણાવ્યું કે, બાળકોમાં શિક્ષણની સાથે સાથે આવી વિવિધ પ્રવૃત્તિઓ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ યોજાયેલી આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, પર્યાવરણ સંરક્ષણ, ટેક્નોલોજી અને વિકસિત ભારત જેવી વિવિધ થીમ પર પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી, જે ખૂબ જ પ્રશંસનીય છે.
નોંધનીય છે કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રહેલી કૌશલ્ય અને વિવિધ આકર્ષક પ્રતિભાઓને નિહાળવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા તેમજ સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ સહિતના જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારોએ ખાસ મુલાકાત લીધી હતી.
સેવા સંકલ્પ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યો છે. જેમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ-બાળકો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
