ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કુદિયાણા દ્વારા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું

0
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કુદિયાણા દ્વારા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૨. ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કુદિયાણા દ્વારા ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાંડુત પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં ક્લસ્ટરની વિવિધ શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની આગવી સૂઝબૂઝથી તૈયાર કરેલી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા પંચાયતનાં શાસક પક્ષનાં નેતા કિરીટભાઈ પટેલ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. બંને મહાનુભાવોએ દરેક સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને તેમનાં પ્રયત્નોને બિરદાવ્યા હતા.

કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજનાં બાળકો એ આવતીકાલનાં વૈજ્ઞાનિકો છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે. આ પ્રસંગે ક્લસ્ટર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં આચાર્યો, શિક્ષકો તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *