પીએમ સૂર્યઘર યોજના બની સોનગઢના પ્રવીણભાઈના પરિવાર માટે આર્થિક બચતનું માધ્યમ

0
પીએમ સૂર્યઘર યોજના બની સોનગઢના પ્રવીણભાઈના પરિવાર માટે આર્થિક બચતનું માધ્યમ
Contact News Publisher

વીજળી બિલમાં બચત સાથે વધારાની આવક મળતા પ્રવીણભાઈએ સરકારનો આભાર માન્યો

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૧. :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રહેવાસી અને ‘પીએમ સૂર્યઘર યોજના’ના લાભાર્થી પ્રવીણભાઈ ભાવિસ્કર છેલ્લા ૧૫ મહિનાથી પોતાના ઘરે સોલર ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે. સોલર સિસ્ટમ સ્થાપિત કર્યા બાદ વીજળીના બિલમાં બચતની સાથે વધારાની વીજળીથી આવકનો લાભ મળતા તેમનો અનુભવ ઉત્સાહજનક રહ્યો છે.

 

આ તકે પ્રવીણભાઈએ જણાવ્યું કે, તેમને કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ સૂર્યઘર યોજના’ અંગે માહિતી મળ્યા બાદ તેમણે વિલંબ કર્યા વિના પોતાના ઘરના ધાબા પર સોલર પેનલ સિસ્ટમ સ્થાપિત કરાવી હતી. સોલર ઊર્જાના ઉપયોગથી તેમના પરિવારને વીજળીના ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ રહી છે. યોજનાના કારણે તેમના વીજળીના ખર્ચમાં બચત સાથે વધારાની આવકનો લાભ મળી રહ્યો છે. આ યોજનાના લાભ બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

સોલર પેનલ સ્થાપિત કર્યા બાદ તેમના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હાલમાં માસિક વીજળી બિલ શૂન્ય આવે છે. સોલર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીમાંથી પરિવાર દ્વારા ઉપયોગમાં ન લેવાય તેવી વધારાની વીજળી પાવર ગ્રિડમાં જમા થાય છે. આ વધારાની વીજળી બદલ મળવાપાત્ર રકમ તેમના બેંક ખાતામાં જમા થાય છે. આમ, સોલર ઊર્જાના ઉપયોગથી વીજળીના બિલમાં બચતની સાથે વધારાની આવકનો પણ લાભ મળી રહ્યો છે.

 

સોલર સિસ્ટમના કારણે પ્રવીણભાઈના પરિવારને વીજળીના ખર્ચની ચિંતા સમાપ્ત થઈ છે. પરિવાર દ્વારા ગીઝર, એર કંડિશનર સહિતના વિવિધ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ, પાણી ગરમ કરવા સહિતના ઘરગથ્થુ કામોમાં વીજળીનો ઉપયોગ વધતા એલપીજી ગેસના વપરાશમાં પણ ઘટાડો થયો છે. અગાઉ એક ગેસ સિલિન્ડર આશરે એક મહિનો ચાલતો હતો, જ્યારે હવે તે ત્રણ મહિના સુધી ચાલે છે.

 

આ પ્રસંગે સોનગઢના ડેપ્યુટી ઇજનેરશ્રી એમ.આઈ.ચૌધરી, જુનિયર ઇજનેરશ્રી પલ્લવી ઘુગે સહિત ડીજીવીસીએલની સંપૂર્ણ ટીમે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ‘પીએમ સૂર્યઘર યોજના’નો લાભ લઈને પરિવારના વીજળી ખર્ચમાં થયેલી બચત અને વધારાની વીજળીથી મળતી આવકનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *