નિઝર તાલુકાના સાયલા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ૧૨૫ ખેડૂતોની તાલીમ શિબિર યોજાઈ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૮. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત તા. ૨૮/૦૯/૨૦૨૬ ના રોજ કે. વી. કે. તાલીમ હોલ, રૂમકિતલાવ, સાયલા પંચાયત ખાતે નિઝર તાલુકાના મિશન ક્લસ્ટર હેઠળ આવતા સાયલા અને ભીલજાંબોલી ક્લસ્ટરના ૧૨૫ જેટલા વિલિંગ ફાર્મર્સ માટે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ શિબિર યોજાઈ હતી.
આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત બનાવવાની પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણ માટેના દેશી ઉપાયો વિશે ખેડૂતોને પ્રત્યક્ષ જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
સાયલા અને ભીલજાંબોલી વિસ્તારના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ફળદ્રુપતા જાળવવા અને ઓર્ગેનિક ઉત્પાદન મેળવવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં બોર્ડના અધિકારીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
