કવાસ પ્રાથમિક શાળા ખાતે ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયુ 

0
કવાસ પ્રાથમિક શાળા ખાતે ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયુ 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૮.  આજરોજ કવાસ પ્રાથમિક શાળા ખાતે ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સંઘનાં હોદેદારો સહિત શિક્ષક ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સદર અધિવેશનમાં સને ૨૦૨૬ થી ૨૦૨૯ સુધીની ટર્મ માટે ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જે આ મુજબ છે. પ્રમુખ – ધર્મેન્દ્ર દલપતભાઈ પટેલ (મોરા પ્રાથમિક શાળા), મહામંત્રી – પરેશભાઈ ગોવિંદભાઈ ટંડેલ (વકતાણા પ્રાથમિક શાળા), સિનિયર કાર્યવાહક પ્રમુખ – દિપકભાઈ દેવજીભાઈ આહિર (હજીરા માતા ફળીયા પ્રાથમિક શાળા), કાર્યવાહક પ્રમુખ – મેહુલકુમાર યશવંતલાલ પટેલ (રાજગરી-૧ પ્રાથમિક શાળા), નાણાંમંત્રી – કિશોરભાઈ ડાહ્યાભાઈ ટંડેલ (પોપડા પ્રાથમિક શાળા), ઉપપ્રમુખ – સચીનકુમાર રમેશભાઈ પટેલ (લાજપોર હળપતિ વાસ પ્રાથમિક શાળા), મહિલા ઉપપ્રમુખ – તેજલ જીગરભાઈ સોની (કવાસ પ્રાથમિક શાળા). તમામ નવનિયુક્ત બિનહરીફ હોદેદારોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી બિપિનભાઈ પટેલ સહિતનાં હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારીમાં જણાવે છે.

 

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *