ગણેશોત્સવ : સ્મિત યુવક મંડળની જન જાગૃતિ તથા સમાજોત્થાનની ભાવના સાથે પ્રેરણાદાયક ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૮. સુરત પાલનપુર ગામનાં સ્મિત યુવક મંડળ દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશોત્સવ દરમિયાન વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ભાગરૂપે માત્ર ૧ વર્ષની વયનાં નેયાંશ જયકુમાર પટેલ દ્વારા બાળકો માટે જાદુગરને બોલાવી વિવિધ જાદુ થકી અંધશ્રદ્ધા પર પ્રકાશ પાડવામાં આવ્યો. બીજીતરફ આયોજક જય પટેલ સહિત ઉર્વ દેસાઈ, કેયૂર સુથાર, ધર્મેશ ભટ્ટ, નીલ ટાંક, નયન પંચાલ અને ફેનિલ પટેલ તેમજ અન્ય સભ્યો દ્વારા ઘોડદોડ રોડ પર આવેલ પાંજરાપોળ (વૃંદાવન શાખા) માં ગાયોને ૧૦૦ કિલો શાકભાજી ખવડાવવામાં આવી. ગણેશ વિસર્જનનાં દિવસે આ મંડળ દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવમાં ગણેશજી તથા મંગલમૂર્તિ મળીને કુલ ૨૩ જેટલી પ્રતિમાઓનું ધાર્મિક પરંપરા મુજબ વિધિવત વિસર્જન કરવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર ગામ ખાતે આવેલ સ્મિત રેસિડેન્સીનાં સ્મિત યુવક મંડળનાં આયોજક જય પટેલ તથા સભ્યો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી ગણેશ ઉત્સવમાં વિવિધ સામાજિક કાર્યક્રમો થકી ધાર્મિક અને સામાજિક સંદેશા સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે છેલ્લાં નવ વર્ષથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ટૂંકમાં સ્મિત યુવક મંડળે દેખાદેખી, બિનજરૂરી ખર્ચા તેમજ ભ્રામક ભપકાઓથી દૂર રહી સામાજિક કાર્યોને ઉજવણી સાથે જોડી અન્યોને હકારાત્મક રાહ ચીંઘ્યો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
