વ્યારામાં પ્લે સ્કૂલના ભૂલકાઓએ કર્યા ગણપતિ બાપ્પાના દર્શન

આસ્થા, એકતા અને ભક્તિની ભાવના સાથે બાળકોને ગણપતિ ઉત્સવનો આધ્યાત્મિક પરિચય કરાવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ, ગુજરાતી માધ્યમ દ્વારા તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ શાળાના ભૂલકાઓને વ્યારા નગરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરાવવામાં આવ્યા હતા.
ગણપતિ ઉત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનો પરિચય કરાવવાની સાથે તેમનામાં આસ્થા, એકતા, ભક્તિ, સંસ્કાર અને સામૂહિક ભાવનાનો વિકાસ કરવાનો હતો.
આ પ્રસંગે નાના ભૂલકાઓએ વ્યારા નગરમાં વિવિધ સ્થળોએ સ્થાપિત ગણપતિજીની પ્રતિમાના દર્શન કર્યા હતા. ગણપતિ બાપ્પાના દર્શન દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા અને ગણપતિ ઉત્સવની પરંપરા તથા તેના મહત્વ અંગે જાણકારી મેળવી હતી.
શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ગણપતિ ઉત્સવ માત્ર ધાર્મિક પર્વ જ નહીં, પરંતુ સમાજમાં એકતા, પરસ્પર સહકાર, શ્રદ્ધા અને સદભાવનાનો સંદેશ આપતો ઉત્સવ હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આ પ્રકારની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોમાં નાનપણથી જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બાળકો માટે ગણપતિ દર્શનનો આ અનુભવ આનંદદાયક અને યાદગાર રહ્યો હતો. શાળા પરિવાર દ્વારા અભ્યાસક્રમની સાથે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું રહે છે. ગણપતિ દર્શન પણ આ જ દિશામાં કરવામાં આવેલી એક સુંદર પહેલ બની રહી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
