‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત વ્યારા ચિલ્ડ્રન હોમના બાળકો સાથે સેવા અને સ્નેહનો સંવાદ

0
‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત વ્યારા ચિલ્ડ્રન હોમના બાળકો સાથે સેવા અને સ્નેહનો સંવાદ
Contact News Publisher

બાળકોને કીટનું વિતરણ કરાયું, મહાનુભાવોએ બાળકો સાથે સહભોજન કર્યું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૩. ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, વ્યારા દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોએ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તાડકૂવાની મુલાકાત લઈ સંસ્થામાં રહેતા બાળકો સાથે આત્મીય સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને જરૂરી સામગ્રી ધરાવતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો સાથે સહભોજનનું આયોજન કરી સેવાભાવ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત તાપીના પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી,નિવાસી અધિક કલેકટર આર.આર. બોરડ,તાપી જિલ્લા પ્રભારીશ્રી, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીશ્રી, જિલ્લા મહામંત્રીશ્રીઓ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખશ્રી, વ્યારા નગર પ્રમુખશ્રી, બાળ કલ્યાણ સમિતિ-તાપીના ચેરમેનશ્રી તથા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ-તાપીના સભ્યશ્રી સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *