પ્રાદેશિક માહિતી કચેરી સુરત દ્વારા ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં પપેટ શો યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૩. ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રાદેશિક માહિતી કચેરી, સુરત દ્વારા વર્ષ ૨૦૨૬/૨૭ માટે પરંપરાગત માધ્યમ હેઠળ પ્રચારલક્ષી લોક મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર અને આમ પ્રજા વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવતા કલાકારો દ્વારા ગામે ગામ જઈ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર થનાર છે. જે અંતર્ગત આજરોજ ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં ભાટ સચિન નટવરભાઈ, સુરતની સંસ્થાનાં કલાકારો દ્રારા કઠપૂતળી શોનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સદર કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય વિષયક જાગૃતિ, ગ્રામ વિકાસ, ઔદ્યોગિક ક્ષેત્રે થયેલ પ્રગતિ, વનબંધુ યોજના, સ્માર્ટફોન સહાય, પ્રવાસન વિકાસ, સુજલામ સુફલામ, પ્રાકૃતિક ખેતી વિકાસ, અનુસૂચિત જાતિ અને જનજાતિનાં ઉત્કર્ષ, કિસાન પરિવહન યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી પ્રગતિશીલ ગુજરાતની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી બાળકો, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત ઉપસ્થિતોને આપવામાં આવી હતી. અંતમાં શાળા પરિવારે કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
