રોટરી વ્યારા દ્વારા આયોજિત મફત ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પ

0
રોટરી વ્યારા દ્વારા આયોજિત મફત ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. Rotary Club of Vyara અને Rotary Vyara Cheritable Trust, Vyara ના સંયુક્ત ઉપક્રમે તા. 20-09-26 ને રવિવારે હનુમાનજી મંદિર, કરચેલીયા યુવક મંડળના સહયોગથી મંદિરના પ્રાંગણમાં કરચેલીયા મુકામે વિના મૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજન માટે પ્રોજેકટ ચેર નિલેષ સોની, રાજૂ શેઠ, રોટરી વ્યારા ચેરીટેબલના પ્રમુખ સમીર વાણીએ ભારે જહેમત ઉઠાવી. આંખની તપાસ માટે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના ડૉ. યશીલ અને ઓપ્ટોમેટ્રિસ્ટ હર્ષ મિસ્ત્રી અને સલોની અને ભાવિ મિસ્ત્રી અને શ્રુતિ સહિત ટેક્નિશ્યનોની ટીમ હાજર રહી હતી. સવારે 9.00 થી બપોરે 1.00 કલાક સુધી વિવિધ પ્રકારે ઝીણવટભરી લાભાર્થીઓની આંખોની તપાસ કરી નજીકની અને દૂરની દ્રષ્ટીની સમસ્યાઓનું નિદાન કરી, નજીકના ચશ્મા અને આંખમાં નાંખવાના ટીપાં આપવામાં આવ્યા. કેમ્પમાં કુલ 233 લાભાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 88 લાભાર્થીઓને રાહતદારે ચશ્મા આપવામાં આવ્યા અને 12 લાભાર્થીઓને વધુ તપાસ માટે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવ્યા છે. 33 લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનું નિદાન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના લાભાર્થીઓને તા. 23-9-26 ને બુધવારે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી ખાતે લઈ જવામાં આવશે. દરેક લાભાર્થીને એમના એક અંગત વ્યક્તિ સાથે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ઓપરેશન – રહેવા – ભોજનની વિના મૂલ્યે સેવા આપવામાં આવશે. કેમ્પમાં આવેલ રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટની ટીમ અને સ્વયંસેવકો માટે નાસ્તાની અને જમવાની વ્યવસ્થા હનુમાનજી મંદિર, કરચેલીયા યુવક મંડળ દ્વારા કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે મંડળના સ્વયંસેવકો, નાના બાળકો અને મંડળના પ્રમુખ – વિરલ મિસ્ત્રી, ઉપપ્રમુખ – રિતેશ ગરાસિયા અને ખજાનચી – સંદીપ મિસ્ત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી. રોટરી વ્યારાના પ્રમુખ – કમલ ભાવસાર, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ – સમીર વાણી, પ્રોજેકટ ચેર – નિલેષ સોની, રાજેશ શેઠ, જનક શાહ, આશિષ મહેશ્વરી અને ગૌરાંગ દેસાઈ ઉપસ્થીત રહ્યા હતા.

આવનારી તા. 22-9-26 ના રોજ વ્યારા નગરના સિંગી વિસ્તાર (વોર્ડ નં. 1) ના બે વિસ્તારો (1) શ્રી અષ્ટમુર્તિ ગણેશ મંડળ, સરકારી પ્રાથમિક શાળા સામે અને (2) શ્રી N.F. કા રાજા ગણેશ મંડળ, કણઝા રોડ અને તા. 24-9-26 ના રોજ માળીવાડ – ગુજરાત ગણેશ મંડળ ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ વ્યારાના પ્રમુખ – કમલ ભાવસારની અપીલ છે કે સિંગી ફળિયા, નાળુ ફળિયા અને માળીવાડ – ત્રણે વિસ્તારના પ્રજાજનો અને વ્યારાના નગરજનો તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામ્યજનો પણ આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *