ભાનાવાડી ગામેથી ક્રેટા ગાડીમા લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. આજરોજ શ્રી, બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા વિસ્તારમાં પ્રોહીબીશનના ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “ એક કાળા કલરની ક્રેટા ફોર વ્હીલ ગાડી નંબર GJ 15 CM 7292માં દારૂનો જથ્થો ભરી વ્યારા તાલુકાના ભાનાવાડી ગામ તરફ આવે છે” જે બાતમી આધારે ભાનાવાડી ગામમાંથી ખુશાલપુરા -લોટરવા જતા રોડ ઉપર નાકાબંધી કરી બાતમી વાળી કાળા કલરની ક્રેટા ફોર વ્હીલ ગાડી નંબર GJ 15 CM 7292ની આવતા તેને રોકતા ફોર વ્હીલ ગાડીમાં કલીનર સાઇડે બેસેલ વ્યકિત ખેતરાડી થઇ નાસી ગયેલ હતો જ્યારે ક્રેટા ફોર વ્હીલ ગાડી રોડની સાઇડમાં કરાવી ઉભી રખાવી ચેક કરતા ક્રેટા ફોર વ્હીલ ગાડીના પાછળની સીટ તથા ડીકીના ભાગે ખાખી પુંઠ્ઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય આરોપી- તરૂણ દિનેશભાઇ કેદારીયા (ઢો.પટેલ)એ પોતાના કબજાની ક્રેટા કંપનીની ફોર વ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ 15 CM 7292માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી વ્હીસ્કીની બાટલીઓ મળી બોક્ષ નંગ-૨૩ તથા પ્લા.ની કોથળીઓ નંગ ૧૬માં અલગ અલગ બ્રાંડની મળી કુલ બાટલી નંગ ૧૨૧૯ (કુલ ૩૩૭.૭૧૮૮ લીટર) કુલ કિંમત રૂપિયા ૩,૦૨,૬૩૪/-નો પ્રોહી મુદ્દામાલ વહન કરી લઇ જતા ફોર વ્હીલ ગાડી નંગ ૦૧ કિ. રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧, કિંમત રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા-૧૩,૦૭,૬૩૪/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) આરોપી- તરૂણ દિનેશભાઇ કેદારીયા (ઢો.પટેલ) રહેવાસી કાકડવેરી ગામ નિશાળ ફળીયુ તા.ખેરગામ જી.નવસારી
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ઇગ્લીશ દારૂની વ્હીસ્કી-બીયર ટીન બાટલી નંગ-૧૨૧૯ કુલ કિં.રૂ. ૩,૦૨,૬૩૪/-, (૨) ક્રેટા ફોર વ્હીલ ગાડી કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-, (૩) મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ. ૫,૦૦૦/- કુલ્લે રૂ! ૧૩,૦૭,૬૩૪/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહીર, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઇ, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. બ્રીજરાજસિંહ રસિકસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, ડ્રા.પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇ, પો.કો. વિનોદભાઇ ગોકુળભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
