GIFT Tilapia જલચર ખેતી દ્વારા ગ્રામિણ આજીવિકાનું સશક્તિકરણ વિષય ઉપર ચર્ચા ગોષ્ઠી યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા સેરુલા ગામ ખાતે સ્થાનિક માછીમાર સમુદાય માટે “GIFT Tilapia જલચર ખેતી દ્વારા ગ્રામિણ આજીવિકાનું સશક્તિકરણ” વિષય પર એક દિવસીય ચર્ચા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માછીમાર સમુદાયને GIFT Tilapia, એટલે કે Genetic Improved Farmed Tilapia, અંગે વૈજ્ઞાનિક માહિતી આપવાનો અને જલચર ખેતીને રોજગાર તથા સ્વરોજગારના અસરકારક માધ્યમ તરીકે વિકસાવવાની સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
આ દરમિયાન ડૉ. કિરણ મોદી (સંશોધન સહાયક), સાગર ધીમ્મર (જી આર એફ ) તેમજ શ્રી. હાર્દિક સિક્કોતરિયા (તાલીમ સહાયક) દ્વારા માછીમાર સમુદાય સાથે સંવાદ કરવામાં આવ્યો. ઉપસ્થિત લોકોને GIFT Tilapiaની વિશેષતાઓ, મત્સ્યબીજ, આહાર વ્યવસ્થા, પાણીની ગુણવત્તા, વ્યવસ્થાપન અને બજારની સંભાવનાઓ અંગે માહિતી આપવામાં આવી.
આ ચર્ચા ગોષ્ઠીમાં ૩૦ જેટલા માછીમાર સમુદાયના સભ્યોએ સક્રિય ભાગ લીધો અને પોતાના પ્રશ્નો તથા અનુભવો રજૂ કર્યા.
વૈજ્ઞાનિક જ્ઞાનને ગામડાં સુધી પહોંચાડીને સ્થાનિક જળ સંસાધનોને આજીવિકા સાથે જોડવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
“જળ સંસાધનો માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ ગ્રામિણ સમૃદ્ધિનો આધાર પણ છે.”
સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈની આ પહેલ વૈજ્ઞાનિક મત્સ્યપાલન દ્વારા ટકાઉ આજીવિકા અને સમૃદ્ધ ગ્રામિણ અર્થવ્યવસ્થા તરફનું એક સાર્થક પગલું છે.
○○○
