કડોદરા 108 ટીમની સમયસૂચકતા અને તબીબી કુશળતાથી ઘરે જ સફળ પ્રસૂતિ

0
કડોદરા 108 ટીમની સમયસૂચકતા અને તબીબી કુશળતાથી ઘરે જ સફળ પ્રસૂતિ
Contact News Publisher

EMT વર્ષાબેન અને પાયલોટ આશિષ રાઠવાની તાત્કાલિક કામગીરીથી માતા અને નવજાત બાળક સુરક્ષિત

 

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૯. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં પઠાણ પાર્ક ખાતે રહેતા વર્ષાદેવી ઓમકાર સુરજીને આજે સવારે આશરે 8:50 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડતાં તેમના બહેન પૂજાદેવીએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.

 

કેસ મળતાની સાથે જ કડોદરા 108 એમ્બ્યુલન્સના EMT વર્ષાબેન અને પાયલોટ આશિષ રાઠવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચીને EMT વર્ષાબેને દર્દીની સ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી તાત્કાલિક જરૂરી તબીબી કામગીરી શરૂ કરી હતી.

 

પ્રસૂતિની સ્થિતિને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવાના ERCP ડૉ. મહેશ સાહેબના માર્ગદર્શન હેઠળ EMT વર્ષાબેને પોતાની તબીબી કુશળતા, અનુભવ અને સમયસૂચકતાનો ઉપયોગ કરીને સ્થળ પર જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.

 

108 ટીમની ઝડપી કામગીરી, તબીબી કુશળતા, યોગ્ય માર્ગદર્શન અને ઉત્તમ ટીમવર્કના પરિણામે માતા તથા નવજાત બાળક બંને સુરક્ષિત રહ્યા હતા. પ્રસૂતિ બાદ માતા અને બાળકને વધુ સારવાર તથા તબીબી નિરીક્ષણ માટે CHC પાલસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

આ પ્રશંસનીય કામગીરી બદલ પરિવારજનો દ્વારા 108 ઇમરજન્સી સેવાની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

આ કામગીરીની નોંધ લઈ EME હિતેશ સાહેબ અને PM અભિષેક ઠાકર સાહેબ દ્વારા EMT વર્ષાબેન તથા પાયલોટ આશિષ રાઠવાની સમયસૂચકતા અને પ્રશંસનીય કામગીરીની ખાસ સરાહના કરવામાં આવી હતી.

 

મુશ્કેલીની ઘડીએ તાત્કાલિક તબીબી સહાય અને જીવનરક્ષક સેવા પૂરી પાડતી 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા, તબીબી કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

○●○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *