લીંગડ પ્રાથમિક શાળા આચાર્ય ડો.રાજેશ સોલંકીને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૯. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પલસાણા તાલુકાની લીંગડ પ્રાથમિક શાળા આચાર્ય ડો.રાજેશ સોલંકીને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. તેમને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એક્સીલેન્સ ઇન રૂરલ એજ્યુકેશન એન્ડ સ્ટુડન્ટ મોટીવેશન મોટીવેશન કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ શિક્ષણ ક્ષેત્રે 28 વર્ષથી વધુ સમયની વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે કરેલ કાર્યોની નોંધ લઈને સંસ્થાનાં જનરલ સેક્રેટરી જ્ઞાનેશ્વર વી.અને ઇન્ટરનેશનલ ચેરમેન ડો. અવિનાશ ડી.સુકેદેની સહીથી આ પ્રમાણપત્ર એનાયત થયેલ છે.
રાજેશભાઈની આ સિદ્ધિને બિરદાવવા પલસાણા તાલુકા પંચાયત શાસક પક્ષનાં નેતા ગીરીશભાઈ પટેલે તેમને પ્રમાણપત્ર તથા મોમેન્ટો અર્પણ કરી સાચા અર્થમાં શિક્ષક દિનની ઉજવણી કરી હતી. તેમની આ સિદ્ધિથી સુરત જિલ્લાનાં શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી ફેલાય છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત સમગ્ર શિક્ષણ પરિવારે ડો. રાજેશ સોલંકીને આ ભવ્ય સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
