કુવાદ પ્રાથમિક શાળામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૭. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળા ખાતે આજરોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અતિ ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળાનાં બાળકોએ રાધા-કૃષ્ણનાં વેશ ધારણ કરી સૌના મન મોહી લીધા હતાં.
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા કૃષ્ણ ભજન, રાસ-ગરબા અને મટકી ફોડનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાનાં પ્રાંગણને ફૂલો અને બલૂનથી શણગારવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય પ્રિતિબેન પટેલ તથા શિક્ષકગણ દ્વારા બાળકોને શ્રીકૃષ્ણનાં જીવનમાંથી પ્રેરણા લેવા અને સત્ય, પ્રેમ અને ધર્મનાં માર્ગે ચાલવા સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
