ઉકાઇની ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનામાં સંડોવાયેલ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી અનડીટેડક ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. ગઇ તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ ઉકાઇ પોલીસ સ્ટેશનમા ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. જેમાં ગઇ તા.૨૨/૦૮/૨૦૨૬ રાત્રીના 09 થી તા. ૨૩/૦૮/૨૦૨૬ ના 10 વાગ્યા દરમ્યાન ઉકાઇ જી.ઈ.બી ખાતે આવેલ ભાટીયા મોબાઇલ શોપ નામની મોબાઇલની દુકાનમાં દુકાનનું પતરુ કોઇક વસ્તુથી તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનની અંદર ગલ્લામાં મુકેલ રોકડા રૂપિયા. ૪૦,૦૦૦/- તથા વિવો કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧,૩૯,૦૨૨/- મળી કુલ્લે રૂપિયા-૧,૭૯,૦૨૨/- ના મત્તાના ચોરી કરી ચોર નાસી ગયેલ.
જે અનડીટેકટ ગુનો શોધી કાઢવા શ્રી,બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપીએ સુચના આપેલ હતી તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી આ ગુનાની તથા આરોપીઓની તપાસ શોધખોળમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે ઉકાઇ મારૂતીનગર પાસે આવેલ પેટ્રોલપંપની નજીકમાં રોડ પાસેથી આ ગુનામાં સંડોવાયેલ આરોપી- દિપક સુનીલ પાસવાન ઉ.વ.૨૧ હાલ રહે. F/77, જી.ઈ.બી. કોલોની, ઉકાઇ મુળ રહે.સુલતાનપુર ઓટ, પોસ્ટ. પતારી થાણા. સિકંદરપુર સરોશી જી.ઉન્નાવ (ઉત્તરપ્રદેશ)ને પકડી પાડી પુછપરછ કરતા ગઇ તા.૨૨/૦૮/૨૦૨૬ ના રાત્રીના આશરે અગિયારેક વાગે ઉકાઇ જી.ઈ.બી. કોલોનીની સામે આવેલ ભાટીયા મોબાઇલ શોપની દુકાનમાંથી મોબાઇલ તથા દુકાનનાં ગલ્લામાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરતો હોય, પકડાયેલ આરોપી પાસેથી મોબાઇલ નંગ- ૩ કિ.રૂ.૧,૪૯,૦૨૨/- તથા રોકડા રૂ.૪૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૮૯,૦૨૨/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી પકડાયેલ આરોપીને તા.૦૨/૦૯/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી માટે ઉકાઇ પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) દિપક સુનીલ પાસવાન ઉ.વ.૨૧ હાલ રહે.F/77, જી.ઇ.બી. કોલોની, ઉકાઇ મુળ રહે. સુલતાનપુર ઓટ, પોસ્ટ. પતારી થાણા.સિકંદરપુર સરોશી જી.ઉન્નાવ (ઉત્તરપ્રદેશ)
ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-
(૧) ઉકાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૫૨૬૦૮૧૨/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) મોબાઇલ નંગ-૦૩, કિ.રૂપિયા-૧,૪૯,૦૨૨/-, (૨) રોકડા રૂપિયા- ૪૦,૦૦૦/-, ઉપરોકત તમામ ચીજવસ્તુ કિ.રૂ. ૧,૮૯,૦૨૨/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.
ગુનાનો એમ.ઓ.
રાત્રી દરમ્યાન મોબાઇલની દુકાનમાં ચોરી કરવાનો
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી., તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ તથા એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઈ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજી તથા અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ તથા અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઇ તથા પ્રકાશભાઇ રામાભાઇ, આ.હે.કો. તેજશભાઇ તુલસીરાવ, અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
