આદિમજુથોના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ – કલેક્ટરશ્રી દેવ ચૌધરી

0
આદિમજુથોના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ - કલેક્ટરશ્રી દેવ ચૌધરી
Contact News Publisher

ઉકાઈ તાલુકામાં રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે બે મલ્ટી પર્પસ સેન્ટરનું લોકાર્પણ કરતા સનદી અધિકારીઓ

—  

પીએમ જનમન યોજના અંતર્ગત મોટી ખેરવાણ અને સેરૂલા મલ્ટી પર્પસ સેન્ટરનું લોકાર્પણ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 02. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા અને પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્યના હસ્તે બુધવારે ઉકાઈ તાલુકામાં રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત મોટી ખેરવાણ (રૂ. ૫૫ લાખ) અને સેરૂલા (રૂ. ૫૫ લાખ) મલ્ટી પર્પસ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. આ સેન્ટરોના નિર્માણથી સ્થાનિક ગ્રામજનોને આંગણવાડી, કોમ્યુનિટી હોલ તેમજ આરોગ્યલક્ષી ઉત્તમ સુવિધાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ થશે.

 

આ પ્રસંગે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત આદિજાતિ તથા આદિમજુથ સમુદાયના ઉત્કર્ષ માટે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર પણ પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે હંમેશાં કટિબદ્ધ છે.

 

સરકારશ્રીની આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત તૈયાર કરાયેલા મલ્ટી પર્પસ સેન્ટરમાં એ.એન.એમ. રૂમ, આંગણવાડી, કિચન અને મીટિંગ હોલ સહિતની તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, મામલતદારશ્રી હિતેશ દુધાત, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય વિભાગની ટીમ, સરપંચશ્રીઓ તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *