પવિત્ર શ્રાવણ માસમાં હાંસોટનાં વિવિધ મંદિરોમાં હિંડોળા દર્શન
Contact News Publisher


(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮. હાંસોટ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં ચાલી રહેલા હિંડોળા ઉત્સવ દરમિયાન ભક્તોને વિવિધ કલાત્મક હિંડોળાનાં દર્શનનો લાભ મળી રહ્યો છે. દરરોજ વિશિષ્ટ સામગ્રી અને કલાત્મક થીમ આધારિત હિંડોળા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જે દર્શનાર્થીઓનાં મન મોહી રહ્યાં છે. કવચ કુંડલ વિદ્યાલયનાં શિક્ષિકા મિનાક્ષી પટેલનાં જણાવ્યા અનુસાર પવિત્ર શ્રાવણ માસમાં હાંસોટનાં અન્ય મંદિરોમાં પણ વિવિધ શણગાર થઈ રહ્યાં છે. રાત્રિ દરમિયાન તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઊમટી રહ્યાં છે.
(તસવીર: વિજય પટેલ)
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
