દિવાળી તહેવારને અનુલક્ષીને તાપી જિલ્લામાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ જોગ 

0
દિવાળી તહેવારને અનુલક્ષીને તાપી જિલ્લામાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ જોગ 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૯ :- આગામી દિવાળી ૨૦૨૬ ના તહેવારને ધ્યાને રાખીને તાપી જિલ્લાના વ્યારા પ્રાંત ડિવિઝન હેઠળ આવતા વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉકાઈ તેમજ વાલોડ તાલુકાના ફટાકડા વેપારીઓ માટે હંગામી લાયસન્સ મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

 

નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વ્યારા દ્વારા પ્રાપ્ત અખબારી યાદી મુજબ, હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઈચ્છતા વેપારીઓએ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએથી નિયત અરજી ફોર્મ મેળવીને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. નિયત અરજી ફોર્મ સાથે ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતાના આધારભૂત પુરાવા, જરૂરી કાગળો અને નિયત કરેલી ફી ભર્યાનું ચલણ જોડવાનું રહેશે.

 

તમામ આધારભૂત પુરાવાઓ સાથેનું ફોર્મ તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ જમા કરાવવાનું રહેશે. નિયત ફોર્મ સિવાયની, ટપાલ કે અન્ય માધ્યમથી મોકલેલી અથવા નક્કી કરેલી સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. હંગામી લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

●○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *