આજે તાલુકા મથક માંગરોળ ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પ્રશ્ને કોગ્રેસે વિરોધ સાથે આવેદનપત્રનો યોજેલો કાર્યક્રમ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ૨૨ દિવસ થી રાજ્ય અને દેશ માં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાને પગલે આજેબમાંગરોળ તાલુકા સહીત સમગ્ર રાજયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે માંગરોળ ખાતે માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાની હેઠળ લારી ઉપર મોટરબાઇક ગોઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
જોકે કાર્યક્રમ દરમ્યાન મીડીયાને સંબોધતા માંડવીનાં ધારાસભ્ય આનદ ચૌધરીએ મોઢે પહેરેલો માસ્ક કાઢી નાખ્યો હતો અને માસ્ક પહેરવાનો બહિસ્કાર કર્યો હતો, આનદ ચૌધરી એ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે કોરાના ના નામે સરકાર લોકોને બીવડાવી રહી છે, દેશ ના મોટા મુદાઓ પરથી પ્રજાનું ધ્યાન હટાવવા માટે કોરોના મહામારીનો ભય ઉભો કરવામાં આવી રહયો છે.