સોનગઢ પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
સોનગઢ પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા. ૨૩. તા.૨૯/૦૬/૨૦ર૬ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમા સાયબર ક્રાઇમનો નોંધાયેલ ગુના મુજબ આરોપીએ પોતાના મોબાઈલ પરથી  પીડિત બેનના મોબાઈલ પર વોટ્સએપમાં અણગમતા અને હેરાનગતિ થાય તેવા અશ્લિલ મેસેજો કરી ફરિયાદી બહેનની પ્રતિષ્ઠાને હાની પહોચાડી સાયબર ગુનો કરેલ હતો.

જે ગુનાને શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સુચના આપેલ હોય તેં આધારે કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈ, અ.પો.કો. દાનુભાઈ રણછોડભાઈએ ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમી આધારે તપાસ કરતા આરોપી સોનગઢના જુના બસ સ્ટેશન ખાતે આવેલ હોવાની માહિતી મળતા આરોપીને પકડી પાડી આરોપીની પુછપરછ કરતા આરોપી પાસેથી મળી આવેલ સેમસંગ કંપનીના મોબાઇલમાંથી આરોપીએ બેનના મોબાઈલમાં વોટ્સએપમાં અણગમતા અને હેરાનગતિ થાય તેવા અશ્લિલ મેસેજો મોકલાવેલ હોવાની કબુલાત કર્યાનુ જણાય આવેલ. આમ, ગુનામાં આરોપીની સંડોવાણી જણાઇ આવતા આરોપી- અશોકભાઈ સુભાષભાઈ પ્રધાન ઉ.વ.૩૧ ધંધો.મજુરી હાલ રહે.ખાંજર ગામ, બગદૌડી ફળિયુ તા.સોનગઢ જી.તાપી મુળ રહે. રૂમકીતળાવ ગામ, નિશાળ ફળિયુ તા.નિઝર જી.તાપીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

અશોકભાઈ સુભાષભાઈ પ્રધાન ઉ.વ.૩૧ ધંધો મજુરી હાલ રહે. ખાંજર ગામ,બગદૌડી ફળિયુ તા.સોનગઢ જી.તાપી મુળ રહે. રૂમકીતળાવ ગામ, નિશાળ ફળિયુ તા.નિઝર જી.તાપી

ડિટેક્ટ થયેલ ગુનાની વિગત:-

સોનગઢ પો.સ્ટે. પાર્ટ ‘એ’ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪ર૬૧૭૯૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ૭૫(૧)(ii), ૭૫(૨) તથા આઈ.ટી.એક્ટ ૨૦૦૮ની કલમ-૬૬(A)

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી ડી.વી. ઢોલા, પોલીસ ઇન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન, 2) કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન, 3) એ.એસ.આઈ. માર્મિકભાઈ હરેશભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન, 4) અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન, 5) આ.પો.કો. ભેરાભાઇ ચાંપાભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન, 6) અ.પો.કો. દાનુભાઈ રણછોડભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.

●○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *