નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વાલોડ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. આજરોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી તપાસમા હતા. વાલોડ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.હે.કો. લેબજી પરબતજીને મળેલ સંયુકત બાતમી આધારે પ્રોહિબીશન કેસમા સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- કાર્તિકભાઇ રાજુભાઇ ઢો.પટેલ ઉવ.૨૫ રહે.કોષ ગામ કાંજી ફળીયું તા.મહુવા જી.સુરત ને તા.૨૨/૦૮/૨૦૨૬ ના રોજ વાલોડ નાયરા પેટ્રોલ પંપની પાસે બાબા આમલેટની લારી પાસેથી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ રમેશભાઈ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઇ, અ.હે.કો. લેબજી પરબતજી, આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
