108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડશ્રી સતીશ પટેલની સુરત અને તાપી જિલ્લાની મુલાકાત

0
108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડશ્રી સતીશ પટેલની સુરત અને તાપી જિલ્લાની મુલાકાત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત/તાપી) : તા. ૨૨.  108 EMRI Green Health Servicesના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ શ્રી સતીશ પટેલ સાહેબ દ્વારા સુરત અને તાપી જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી.

 

મુલાકાત દરમિયાન શ્રી સતીશ પટેલે 108, ખિલખિલાટ, મોબાઈલ સંજીવની, 112, 181 તથા 1962 પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિવિધ પ્રોજેક્ટની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી તેમજ ફિલ્ડમાં કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અને કામગીરી સંબંધિત બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

શ્રી સતીશ પટેલે કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે પ્રતિસાદ મેળવ્યો હતો અને ઇમરજન્સી તથા આવશ્યક સેવાઓમાં કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી. સાથે જ નાગરિકોને વધુ ઝડપી, અસરકારક અને ગુણવત્તાયુક્ત સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

મુલાકાત દરમિયાન કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે વધુ સમર્પણ, સંવેદનશીલતા અને ટીમવર્ક સાથે કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ પ્રોજેક્ટની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા તથા સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો લાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ મુલાકાતથી સુરત અને તાપી જિલ્લાના તમામ પ્રોજેક્ટના કર્મચારીઓમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર થયો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other