રાજકોટ તથા સુરેન્દ્રનગરના બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી કમિશનથી સાયબર ફ્રોડના નાંણા સગેવગે કરવા ભાડેથી બેંક એકાઉન્ટ આપનાર ટોળકીના આરોપીને શોધી કાઢતી કુકરમુંડા પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. ગઇ તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન કરી ફરીયાદ આપનારને વિશ્વાસમાં લઇ, ૫૧,૦૦૦/-રૂપિયા મની ટ્રાન્સફર કરવાનું કહી, ત્યાર બાદ તેણે ફરીયાદીના મિત્ર સાહેદ-રાજુભાઇ સુર્યવંશીને ફોન કરી પ્લમબિંગ કામની લાલચ આપી તેને પણ વિશ્વાસમાં લઇ તેના મોબાઇલ ફોન ઉપરથી ફરીયાદીને વાત કરવાનું કહી, વાત કરાવી તેણે પહેલી વખત રૂપિયા ૨૭,૦૦૦/- ટ્રાન્જેકશન કર્યા, ત્યાર બાદ ફરીયાદીના નાનાભાઇ કુનાલભાઇ પ્રકાશભાઇ વિસપુતેના ખાતામાં બીજી વખત રૂપિયા ૨૪,૦૦૦/-ટ્રાન્જેકશન કર્યા, ત્યાર બાદ ત્રીજી વખત રૂપિયા ૧૦,૦૦૦/-ટ્રાન્જેકશન કરી આમ કુલ ૬૧,૦૦૦/-રૂપિયા ફરીયાદી પાસેથી ટ્રાન્સફર કરાવી તેમની સાથે ઓન લાઇન છેતરપિંડી વિશ્વાસઘાત કરતા કુકરમુંડા પોલીસ સ્ટેશનમા આ અંગે તા.૨૩/૦૧/૨૦૨૬ ના રોજ ગુનો નોધવામાં આવેલ હતો અને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જેના આધારે આ ગુનાના કામે વોન્ટેડ આરોપીને અટક કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :
વિજયભાઇ ભુપતભાઇ નકુમ ઉ.વ.૪૦ રહેવાસી- શેરી નંબર – ૧૭/૩૪,બસ સ્ટોપ પાસે રતનપર જોરાવર નગર સુરેન્દ્ર નગર ને તા.૨૨/૦૮/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે.
વોન્ટેડ આરોપીઓ :
(૧) શકીલ યુસુફ અગવાણ (૨) સિરાજ જેના પુરા નામ ઠામની ખબર નથી.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
1) શ્રી આઈ.ડી. દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન (તપાસ કરનાર અમલદાર), 2) અ.હે.કો. રવિભાઇ હરીયાભાઇ, નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન, 3) અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 4) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઈ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
