​ઉચ્છલમાં માઁ દેવમોગરા સરકારી આર્ટ્સ કોલેજ ખાતે ‘જેન્ડર સેન્સિટાઇઝેશન અને મહિલા સશક્તિકરણ’ વિષય પર એક-દિવસીય સેમિનાર યોજાયો

0
​ઉચ્છલમાં માઁ દેવમોગરા સરકારી આર્ટ્સ કોલેજ ખાતે 'જેન્ડર સેન્સિટાઇઝેશન અને મહિલા સશક્તિકરણ' વિષય પર એક-દિવસીય સેમિનાર યોજાયો
Contact News Publisher

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિણામલક્ષી પ્રયાસો : રાજ્યકક્ષાના રમત મંત્રી ડો. જયરામભાઈ ગામીત

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૨. :- રાજ્યકક્ષાના રમત મંત્રી ડો. જયરામભાઈ ગામીત એ ઉચ્છલ ખાતે મા દેવમોગરા સરકારી આર્ટ્સ કોલેજમાં શનિવારે આયોજિત જેન્ડર સેન્સિટાઇઝેશન અને મહિલા સશક્તિકરણ’ વિષય પર એક-દિવસીય સેમિનારને સંબોધતા જણાવ્યું કે, મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓને શિક્ષણ, સુરક્ષા, રોજગાર, નિર્ણય અને નેતૃત્વમાં સમાન તક અને સ્વતંત્રતા આપવાનો થાય છે, જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્રો અને રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે.

 

રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે વધુમાં ઉમેર્યું કે, આજે મહિલાઓ, કિશોરીઓ કે દીકરીઓના સ્વાસ્થ્ય પોષણ સુખાકારી તેમજ આત્મનિર્ભરતા અને કેન્દ્રમાં રાખીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાલક્ષી સેવાઓ આજે મહિલાને વિવિધ ક્ષેત્રે મંચ પુરા પાડી રહ્યા છે.

 

સેમિનારમાં વિષય નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મહિલા સશક્તિકરણ તેમજ સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. રાજેશ એ. પટેલે ‘POSH Act, 2013’ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જ્યારે ડૉ. મીતા પટેલે જેન્ડર સેન્સિટાઇઝેશન અંગે પ્રકાશ પાડ્યો હતો.

 

આ ઉપરાંત, ડૉ. પ્રતિક્ષા એમ. દેસાઈએ મહિલા સ્વાસ્થ્ય, પોષણ અને તંદુરસ્તીના મહત્વને સમજાવ્યું હતું અને ૧૮૧ અભયમ હેલ્પલાઈનના કુ. નિલમ ગામિતે મહિલા સુરક્ષા સંબંધિત સેવાઓ અંગે જાણકારી પૂરી પાડી હતી.

 

જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સેતુ (સસ્ટેનિંગ ઈક્વાલિટી થ્રૂ યુનિવર્સિટીઝ/કોલેજિસ) અંતર્ગત એક-દિવસીય સેમિનાર યોજાયો હતો.

 

​આ કાર્યક્રમનું આયોજન સેમિનાર કો-ઓર્ડિનેટર પ્રો. તૃપ્તિ પાડવી, IQAC કો-ઓર્ડિનેટર પ્રો. અયૂબ ગામિત અને કોલેજના પ્રિન્સિપાલ પ્રો. ઉર્વિક પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સેમિનારમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારાના પ્રિન્સિપાલ ડૉ. હિતેન્દ્રસિંહ ખરવાસીયા, અધ્યાપકો, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other