જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબપ્લાન કચેરીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ

અમલીકરણ અધિકારીઓને સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચનો આપતા તાપી કલેકટરશ્રી દેવ ચૌધરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :તા. ૨૦. – તાપી જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે ‘જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબપ્લાન કચેરીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ પ્રાયોજના કચેરી હસ્તક તાલુકા વિકાસ અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અને આઈસીડીએસ સહિત સંબંધિત વિભાગો દ્વારા જીઈએમ પોર્ટલ મારફતે કરાતી ખરીદીની કામગીરીની સમીક્ષા કરી હતી.
તેમણે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની તમામ યોજનાઓ, ધારાસભ્ય ફંડ તથા એટીવીટીના શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના કામોની પણ સમીક્ષા કરી હતી.
વધુમાં, તેમણે અમલીકરણ અધિકારીઓ પાસેથી પ્રાયોજના કચેરી હસ્તકના આવાસની કામગીરી, સિંચાઈ બોર, ચેકડેમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને કેટલશેડના કામોની પણ વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.
વધુમાં કલેકટરશ્રી દેવ ચૌધરીએ મંજુર થયેલા કામોને આદિવાસી સમુદાયને કેન્દ્રમાં રાખીને ગુણવત્તા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
