રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ૨૧મીએ સોનગઢ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાશે

સાથોસાથ પર્યારવણ સંરક્ષણનો સંદેશો આપતો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૦. :- તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવીન તાલુકા રમત સંકુલ આકાર પામ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ કલાકે સોનગઢ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે.
આ ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ચૌધરી, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મોહનભાઈ ઢોડિયા અને શ્રી મોહનભાઈ કોંકણી સહિત જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ સહિત રમતવીરો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
