માર્ગ સલામતી સમિતિની બેઠક તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૦. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ગુરુવારે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોના નિવારણ અને નાગરિકોની સુરક્ષા માટે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરતા કહ્યું કે, ભવિષ્યની પેઢીમાં અત્યારથી જ ટ્રાફિક નિયમો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે શાળા અને કોલેજ સ્તરે વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું અનિવાર્ય છે.
તેમણે કહ્યું કે, ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અને વહીવટી તંત્રના સંકલિત પ્રયાસો થકી જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાશે. ઉપરાંત, વાહન ચાલકોમાં હેલ્મેટ પહેરવાની ટેવ માત્ર નિયમ પાલન પૂરતી સીમિત ન રહેતા એક સુરક્ષાત્મક આદત બને તે માટે તેમણે રચનાત્મક અને પ્રોત્સાહક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, એઆરટીઓશ્રી મિતેશ વસાવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
