VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં M.A. Sociologyના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

0
VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં M.A. Sociologyના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૫. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા નવા પ્રવેશ મેળવનાર M.A. Sociology, સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૧૪/૦૮/૨૦૨૬ના દિને “ઓરિએન્ટેશન પ્રોગ્રામ ૨૦૨૬-૨૭” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓને વિભાગ અને યુનિવર્સિટીની સુવિધાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક, રમત-ગમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો હતો.કાર્યક્રમની શરૂઆત સવારે ૧૧:૧૦ કલાકે થઈ હતી. સૌપ્રથમ વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડ દ્વારા સમાજશાસ્ત્ર વિભાગની રૂપરેખા, અભ્યાસક્રમ અને વિભાગની ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ ડૉ. અરુણ પંડ્યા એ યુનિવર્સિટી કેમ્પસની વિવિધ સુવિધાઓ અને વહીવટી માળખા વિશે માર્ગદર્શન આપ્યું. ડૉ. મોસમ ત્રિવેદી દ્વારા એક્સ્ટ્રા-કરિક્યુલર પ્રવૃત્તિઓ અને મહિલા સેલની કામગીરી વિશે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવ્યા.

અલ્પાહાર બાદ વિદ્યાર્થીઓને વિભાગની સુવિધાઓની મુલાકાત કરાવવામાં આવી, જેનું સંચાલન ડૉ. દીક્ષિતા પટેલ અને શ્રી પરેશ સાળવે દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ડૉ. જીતેન્દ્ર વસાવા, ડૉ. ગોવિંદ બારૈયા અને કુ, ગંગોત્રી વસાવાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસના અનેક વિભાગોની અને સેન્ટ્રલ લાઇબ્રેરીની મુલાકાત કરાવવામાં આવી. કાર્યક્રમના અંતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત કરાવીને વિદ્યાર્થીઓને રમત-ગમતની સુવિધાઓથી પરિચિત કરવામાં આવ્યા.સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આવા ઓરિએન્ટેશન પ્રોગ્રામ દ્વારા નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફરની શરૂઆતમાં જ યોગ્ય દિશા અને માર્ગદર્શન મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. ગોવિંદ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી પરેશ એસ. સાળવે એ કર્યું હતું અને આભારવિધિ ડૉ. જીતેન્દ્ર વસાવાએ કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *