આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નિઝર ખાતે ઇનોવેશન કીટ વર્કશોપનું ભવ્ય સમાપન

0
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની સરકાર ખાતે ઇનોવેશન ક્લબ વર્કશોપ સમાપન
Contact News Publisher

ઇનોવેશન કીટ વર્કશોપમા 80 વિદ્યાર્થીઓએ છ દિવસીય તાલીમમાં મેળવી આધુનિક ટેક્નોલોજીની પ્રાયોગિક સમજ મેળવી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. 15. એસ. જી. પટેલ આર્ટ્સ એન્ડ પી. કે. દેસાઈ કોમર્સ કોલેજ, નિઝર ખાતે કોલેજના Innovation Club દ્વારા તા. 10 થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન આયોજિત છ દિવસીય Innovation Kit Workshopનું આજે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.

આ 30 કલાકના તાલીમ કાર્યક્રમમાં કોલેજના કુલ 80 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને Science, Technology, Innovation, Basic Electronics, Sensors, IoT, DIY Making, Drone Technology, AR/VR, Mechatronics, Robotics, Tinkercad અને Design Thinking સહિતના આધુનિક વિષયો અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ કાર્યક્રમના ટ્રેનર શ્રી મનુસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ DIY Kits તથા ટેક્નોલોજી આધારિત પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ Hands-on Activities, Practical Demonstrations અને Innovation Project Development દ્વારા નવીન ટેક્નોલોજીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે Course Review, Practical Recap અને Certification કરવામાં આવ્યું હતું.

સમાપન કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. અનિલ ગામીત, સંસ્થાના ઉપપ્રમુખ યશવંત કાકા, નયનભાઈ, અન્ય ટ્રસ્ટીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર 80 વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નવીન વિચારોને પ્રોત્સાહન આપવા, ટેક્નોલોજીનો રચનાત્મક ઉપયોગ કરવા તથા ભવિષ્યમાં વિવિધ Innovation Projects વિકસાવવા માટે પ્રેરિત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન ડૉ. કીર્તિ જીવરાજાની અને ડૉ. જતીન કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ટ્રેનર શ્રી મનુસિંહ પરમાર, કોલેજ પરિવાર, ઈનોવેશન કલબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *