લીંગડ પ્રાથમિક શાળામાં 80 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

0
લીંગડ પ્રાથમિક શાળામાં 80 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૫  આજરોજ તારીખ:15 -8 -2026 ના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લિંગડ પ્રાથમિક શાળામાં શાસક પક્ષના નેતાશ્રી મુખ્ય મહેમાન તરીકે ગીરીશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન પૂર્ણ થયા બાદ ગામના તલાટી કમ મંત્રીશ્રી આનંદભાઈએ વ્યસન મુક્તિ માટે ગામના સૌ ઉપસ્થિત મહેમાનો અને શાળાના બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. વ્યસન ટેવ આપણા જીવનમાં ક્યારેય પણ ન આવવી જોઈએ તેની તકેદારી સૌએ લેવાની છે. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ અને ત્યારબાદ ગામ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને અલ્પાહાર અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાના આચાર્યશ્રીએ શાળાના આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત ગામ લોકોનો અને વાલીઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી. આરોગ્ય સ્ટાફ પંચાયત સ્ટાફ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *