૧૪મી ઓગસ્ટે વ્યારામાં જિલ્લા કક્ષાના “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” ની ઉજવણી થશે

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે વિભાજન આધારિત શોર્ટ ફિલ્મ પ્રદર્શન, નાટ્ય પ્રસ્તુતિ અને કેન્ડલ લાઈટ માર્ચનું આયોજન
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 13. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યારા સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે સાંજે ૫:૦૦ કલાકે જિલ્લા કક્ષાના “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” ની ઉજવણી કરાશે.
કાર્યક્રમ દરમિયાન વિભાજન આધારિત ફિલ્મ પ્રદર્શન અને નાટ્ય પ્રસ્તુતિ કરાશે. આ ઉપરાંત, દેશ વિભાજનના પીડિતો અને દિવંગતોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કોલેજ પરિસરથી વિરસા મુંડા પ્રતિમા સુધી કેન્ડલ લાઈટ માર્ચ યોજાશે, જ્યાં પુષ્પાંજલિ સાથે કાર્યક્રમની સંપન્ન થશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
