મલેશિયામાં યોજાયેલી MBW ચેમ્પિયનશિપમાં ઈવા પટેલની ભવ્ય સિદ્ધિ: ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ભારત દેશનું નામ અને વ્યારા-તાપીનુ નામ રોશન કર્યું

0
મલેશિયામાં યોજાયેલી MBW ચેમ્પિયનશિપમાં ઈવા પટેલની ભવ્ય સિદ્ધિ: ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ભારત દેશનું નામ અને વ્યારા-તાપીનુ નામ રોશન કર્યું
Contact News Publisher

ઈવા પટેલ નથી બોલી શકતી કે સાભળી શકતી નથી એમ છતા પણ આંતરાષ્ટ્રીય કક્ષાએ મલેશિયામાં યોજાયેલ MBW ચેમ્પિયનશિપમાં મેડલ્સ મેળવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. મલેશિયા ખાતે ૨૪ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન આયોજિત પ્રતિષ્ઠિત MBW ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડી ઈવા પટેલે અદભુત પ્રદર્શન કરીને ભારત દેશનું નામ વ્યારા તાપી નુ નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે.

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિશ્વભરમાંથી કુલ ૨૦ દેશોના ૪,૦૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા, ચાઈના, થાઈલેન્ડ, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, સિંગાપોર, કોરિયા, કમ્બોડિયા અને રશિયા જેવા વિવિધ દેશોના શ્રેષ્ઠ ખેલાડીઓએ પોતાની રમતનું કૌશલ્ય દાખવ્યું હતું. આવી કડક સ્પર્ધા વચ્ચે પણ ઈવા પટેલે પોતાની શ્રેષ્ઠ રમત રજૂ કરીને બે મેડલ પોતાના નામે કર્યા છે.

ઈવા પટેલે આ ચેમ્પિયનશિપમાં:

* પૂમસે (Poomsae): ગોલ્ડ મેડલ (સુવર્ણ પદક)

* વર્ચ્યુઅલ તાઈકવાન્ડો (Virtual Taekwondo): સિલ્વર મેડલ (રજત પદક) જીતીને મોટી સફળતા હાંસલ કરી છે.

ઈવા પટેલે તેના કોચ વિનય પટેલના માર્ગદર્શન અને ઈન્ટેન્સ ટ્રેનિંગ હેઠળ સખત પરિશ્રમ કરીને આ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ શાનદાર સફળતા બદલ કોચ વિનય પટેલે ઓલ ગુજરાત ના વાઈટ પ્રેસિડન્ટ વિકાસભાઈ વર્મા ગુજરાતના સેક્રેટરીએ ઈવા પટેલને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી અને આ મેડલ જીતવા બદલ અભિનંદન આપીને ભવિષ્યની તમામ સ્પર્ધા માટે ગુડ લક (Good Luck) કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ઈવા પટેલની સખત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણને કારણે આ સિદ્ધિ શક્ય બની છે. આગામી સમયમાં પણ તે આ જ રીતે દેશનું નામ રોશન કરતી રહેશે.”

ઈવા પટેલની આ ભવ્ય સિદ્ધિ બદલ રમતગમત ક્ષેત્ર અને શુભેચ્છકો તરફથી તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *