સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

0
સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે ૦૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસના અવસરે કેન્દ્ર ખાતે અત્રેના વિસ્તારની સેરુલા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સિંગલખાચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મત્સ્યપાલન અને જળકૃષિ ક્ષેત્ર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધ એક્વાકલ્ચર સુવિધાઓ, માછલી ઉછેરની આધુનિક પદ્ધતિઓ તથા આ ક્ષેત્રમાં રહેલી રોજગારી અને સ્વરોજગારીની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રીમતી ભારતીબેન પટેલ, સોનગઢ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડૉ. કેસપી પીઠાવાળા તેમજ તત્વમસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી. હિરેનભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સમાજના સર્વાંગી વિકાસમાં આદિવાસી યુવાનોની ભૂમિકા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

કાર્યક્રમમાં કેન્દ્રના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

●○●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *