૧૮૧ અભયમ ટીમ વ્યારા દ્વારા પરિવારથી વિખૂટા પડેલા મહિલાનું સુરક્ષિત અને સફળ પુનઃમિલાપ

0
૧૮૧ અભયમ ટીમ વ્યારા દ્વારા પરિવારથી વિખૂટા પડેલા મહિલાનું સુરક્ષિત અને સફળ પુનઃમિલાપ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૦ :- સોનગઢ ખાતે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં ભીડના કારણે વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક મહિલા પોતાના પતિથી વિખૂટા પડી ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ પતિ સાથે સંપર્ક ન થતાં રાત્રિના સમયે મહિલા કાર્યક્રમ સ્થળે જ રોકાયેલા હતા.

આ અંગે એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરતા જ વ્યારા અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે મહિલા સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી તેમની માનસિક સ્થિતિને ધ્યાને રાખી જરૂરી કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલા પાસેથી મેળવેલી નામ, સરનામા અને પરિવારની વિગતોની ચકાસણી કરીને ટીમે પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો.

અભયમ ટીમે મહિલાની સુરક્ષાને પ્રાથમિકતા આપી તેમને પરિવારજનો સુધી સુરક્ષિત રીતે પહોંચાડીને સફળ પુનઃમિલાપ કરાવ્યો હતો. ૧૮૧ અભયમ ટીમની ત્વરિત કામગીરી, માર્ગદર્શન અને સંવેદનશીલ અભિગમ બદલ મહિલાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *