વિદ્યાર્થીઓમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા 181 અભયમ મહિલા હેલ્પલાઇનની અસરકારક પહેલ

0
વિદ્યાર્થીઓમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા 181 અભયમ મહિલા હેલ્પલાઇનની અસરકારક પહેલ
Contact News Publisher

નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે વ્યારા તાલુકાના મગરકુઈ સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ સ્કૂલ ખાતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દામિની ગામીત દ્વારા વિદ્યાર્થીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 112 ઇમરજન્સી સેવા, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, મહિલા સુરક્ષા, મહિલા અધિકારો તેમજ મહિલાઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ સહાય સેવાઓનો યોગ્ય અને સમયસર ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણનસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલા કલ્યાણ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ લાવવી, મહિલાઓના અધિકારો વિશે માહિતગાર કરવું, આત્મવિશ્વાસ વધારવો અને સરકાર દ્વારા ઉપલબ્ધ સહાય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રેરિત કરવાનો છે. આવા કાર્યક્રમો મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા ઉપરાંત સુરક્ષિત અને જાગૃત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહિલા સુરક્ષા સંબંધિત વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા હતા. કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓને જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા અન્ય ઇમરજન્સી સેવાઓનો નિર્ભયતાપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.

181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા તમામ મહિલાઓ અને કિશોરીઓને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક સતામણી, કટોકટી અથવા અન્ય કોઈ મુશ્કેલીની પરિસ્થિતિમાં નિઃસંકોચ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી નિઃશુલ્ક કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને તાત્કાલિક સહાય મેળવી શકે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *