ફરજિયાત માસ્કનાં નિયમનું માંડવી પોલીસ દ્વારા કડકાઈથી પાલન

Contact News Publisher

(નલીન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  :   સુરત જિલ્લાના માંડવી ખાતે માસ્ક વગર ફરતા બાઇકચાલકો અને રાહદારીઓને માંડવી પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સરકાર દ્વારા કેટલીક છુટછાટ પણ આપવામા આવી છે, સાથે જ કેટલીક બાબતો જેવી કે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ ફરજિયાત છે. ત્યારે બાઈકચાલકો અને રાહદારીઓ કેટલીક વખત માસ્ક વગર જ ઘરની બહાર નીકળી જતા હોય છે. ત્યારે આજે માંડવી પોલીસ દ્વારા માંડવી વ્યારા રોડ તાપી બ્રિજ સર્કલ પાસે માસ્ક વગર નીકળતા બાઇકચાલકો સામે લાલ આંખ કરી છે, અને માસ્ક વગર પસાર થતા બાઇકચાલકોને ઉભા રાખી દંડ ફટકારવામાં આવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *