જિલ્લાકક્ષાની જુડો સ્પર્ધામાં વિનોબા આશ્રમશાળા ગડતના રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

આશ્રમશાળાના અંડર-૧૪ ભાઈઓ-બહેનો મળીને કુલ ૭ રમતવીરો વિજેતા થયાં
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૪ :- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત તા. ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ રમતગમત સંકુલ, તાપી ખાતે અંડર-૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના ભાઈઓ તથા બહેનો માટે જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં તાપીના રમતવીરોએ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવીને સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
જેમાં ડોલવણ તાલુકાના વિનોબા આશ્રમશાળા, ગડતના અંડર-૧૪ ભાઈઓ વિભાગમાં રિયન રાજેશભાઈ ગામીત અને અર્પણ જયંતિભાઈ ગામીતે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેવી જ રીતે અંડર-૧૪ બહેનોની કેટેગરીમાં કુ. પ્રિયાંશી સંદીપભાઈ કોંકણી, કુ. તેજલ રવિન્દ્રભાઈ વસાવા અને કુ. હેત્વી પરીક્ષિતભાઈ ભગરિયાએ પ્રથમ ક્રમ, કુ. દીપાંશુ દિલીપભાઈ ગામીતે દ્વિતીય ક્રમ તથા કુ. પ્રાર્થના રવિદાસભાઈ ગામીતે તૃતીય ક્રમ મેળવ્યો હતો.
તાપી જુડો એસોશિયેશનના કિરણભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિજેતા રમતવીરો હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની પ્રતિભા દાખવીને તાપી જિલ્લાનું નામ રોશન કરશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
