કલા મહાકુંભ-2026-27ની નોંધણી અને સ્પર્ધાની તારીખોમાં સુધારો

હવે 30 ઓગસ્ટ સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકાશે; રાજ્ય કક્ષાની સ્પર્ધા ડિસેમ્બર-2026માં યોજાશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા ૦૪: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર, તાપીના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી તાપી દ્વારા આયોજિત કલા મહાકુંભ-2026-27 અંતર્ગત રજિસ્ટ્રેશન (ઓફલાઈન) ફોર્મ ભરવાની તેમજ વિવિધ કક્ષાની સ્પર્ધાઓ યોજવાની તારીખોમાં સુધારો કરવામાં આવ્યો છે.
અગાઉ ઓનલાઈન નોંધણી કરવાની છેલ્લી તારીખ તા. 05 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી હતી, જેમાં વધારો કરીને હવે તા. 30 ઓગસ્ટ, 2026 સુધી નોંધણી કરી શકાશે.
સુધારેલા કાર્યક્રમ મુજબ તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધાઓ તા. 01 થી 30 સપ્ટેમ્બર 2026, જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. 01 થી 20 ઓક્ટોબર, 2026, પ્રાદેશિક કક્ષાની સ્પર્ધાઓ તા. 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાશે, જ્યારે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ ડિસેમ્બર-2026 દરમિયાન યોજાનાર છે.
ઉલ્લેખનીય છે કે કલા મહાકુંભમાં કુલ 37 વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે. જેમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે.
વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાલનવાડી, વ્યારા અથવા ટેલિફોન નં. 02626-221620 પર સંપર્ક કરવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીએ યાદીમાં જણાવ્યું છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
