તાપી જિલ્લાના તમામ તાલુકા-ક્લસ્ટરોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

0
https://play.google.com/store/apps/details?id=in.aaaos.gujaratraksha
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.04 :- આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કૃષિ સખી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને પ્રાકૃતિક કૃષિ તાલીમના માધ્યમથી ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યુ હતુ.

 

તાલીમમાં ગ્રામ પંચાયતના સભ્યો, એસએચજી, એફપીઓ, પીએસીએસ, સીબીઓ સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કાર્યકરોને પણ પ્રાકૃતિક ખેતી અને તેનું મહત્વ સમજાય તે માટે આઈઈસી પ્રવૃત્તિઓ કરવા માર્ગદર્શિત કરાયા હતા.

 

તાલીમ દરમિયાન પાંચ આયામો, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રના નિર્માણ અંગે નિદર્શન તેમજ તાલીમ પામેલા ખેડૂતોના પાંચ સ્તરીય મોડેલ ફાર્મની મુલાકાત કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

વાલોડ, વ્યારાના ચીખલવાવ ક્લસ્ટર, ઉચ્છલના મોહિની-ખાબદા ક્લસ્ટર, કુકરમુંડાના ફુલાવાડી-ચીરમાતી ક્લસ્ટર, ડોલવણના ગડત ક્લસ્ટર, નિઝરના સાયલા અને ભીલજાંબી ક્લસ્ટર તેમજ સોનગઢ-ઉકાઈ તાલુકા સહિતના વિવિધ ક્લસ્ટરો અને ગામોમાં બાયસેગના માધ્યમથી યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *