નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી (વ્યારા) ટીમ દ્વારા મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. દક્ષિણાપથ હાઈસ્કૂલના કન્યા છાત્રાલયમાં વિદ્ર્નઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 112 ઇમરજન્સી પ્રતિસાદ સેવા, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તથા મહિલા સુરક્ષા સંબંધિત કાયદાકીય અધિકારો અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું*
રાજ્ય સરકારના નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત મહિલાઓ અને બાળાઓમાં સુરક્ષા, સશક્તિકરણ, કાયદાકીય જાગૃતિ તથા સરકારી સહાય સેવાઓ અંગે માહિતી પહોંચાડવાના હેતુથી આજરોજ વ્યારા તાલુકાના દક્ષિણાપથ હાઈસ્કૂલ ખાતે આવેલ કન્યા છાત્રાલયમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન, તાપી (વ્યારા) ટીમ દ્વારા મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ સામે થતી ઘરેલુ હિંસા, શારીરિક, માનસિક, આર્થિક અને જાતીય શોષણ, છેડતી, સાયબર ગુનાઓ, બાળલગ્ન, માનવ તસ્કરી સહિત મહિલાઓને અસર કરતી વિવિધ પરિસ્થિતિઓમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન રાજ્ય સરકારની 24×7 નિઃશુલ્ક અને ગોપનીય તાત્કાલિક સહાય સેવા તરીકે કાર્યરત છે. આ સેવા દ્વારા પીડિત મહિલાઓને તાત્કાલિક પ્રતિસાદ, કાઉન્સેલિંગ, રેસ્ક્યૂ, કાયદાકીય માર્ગદર્શન તેમજ પોલીસ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન કરી જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઉપરાંત 112 ઇમરજન્સી પ્રતિસાદ સેવા, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તેમજ મહિલાઓના હિત માટે અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને પોતાના બંધારણીય અને કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત રહી કોઈપણ પ્રકારની મુશ્કેલી અથવા અસુરક્ષાની પરિસ્થિતિમાં નિઃસંકોચ હેલ્પલાઇન સેવાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મહિલા સુરક્ષા, કાયદાકીય અધિકારો તથા હેલ્પલાઇન સેવાઓ અંગેના પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
